તહેવાર અને ઋતુ સેવા
ટ્રસ્ટ માત્ર દૈનિક ટિફિન સેવા પૂરતું મર્યાદિત નથી. તહેવારો અને ઋતુઓમાં પણ વડીલો અને જરૂરિયાતમંદોને સહાય કરવામાં આવે છે.
ઉત્તરાયણ સેવા
ઉત્તરાયણના પવિત્ર પ્રસંગે ચીક્કી, લાડુ, મમરાના લાડુ, ચોખાના લાડુ અને અન્ય મીઠાઈઓ / ખાદ્ય વસ્તુઓનું વિતરણ કરવામાં આવે છે.
શિયાળુ સેવા
શિયાળામાં વડીલોને ધાબળા, ગરમ કપડાં અને જરૂરિયાત મુજબ વસ્તુઓ આપવામાં આવે છે.
અન્ય પ્રસંગો
ગામમાં જરૂરિયાત મુજબ ભોજન, કપડાં અને સહાયનું સેવાકાર્ય કરવામાં આવે છે.
