2017 થી કાર્યરત

અમારા વિશે

વડીલો અને જરૂરિયાતમંદોના ચહેરા પર સ્મિત લાવવાનો અમારો અવિરત પ્રયાસ.

અમારી સફર

નિઃસ્વાર્થ સેવાનો સંકલ્પ

સંત શ્રી માધવદાસ મહારાજ સેવા ટ્રસ્ટ, કરોલી ની સ્થાપના 25-06-2017 ના રોજ થઈ હતી. ટ્રસ્ટનો મુખ્ય હેતુ વડીલો, નિરાધારો અને સમાજના કચડાયેલા વર્ગને સહાય કરવાનો છે.

કરોલી ગામમાં ઘણા વડીલો એવા છે જેઓ એકલા રહે છે અથવા જેમની સંભાળ રાખનાર કોઈ નથી. આવા વડીલો માટે ટ્રસ્ટ દરરોજ ઘર સુધી નિઃશુલ્ક ગરમ ટિફિન પહોંચાડે છે. આ સિવાય મેડિકલ સહાય, કપડાં વિતરણ અને તહેવારોમાં વિશેષ ભોજનનું પણ આયોજન કરવામાં આવે છે.

"સેવા, સન્માન અને સહકાર — આ ત્રણ મૂલ્યો પર ટ્રસ્ટનું કાર્ય આધારિત છે."

"જ્યારે હાથ સેવામાં જોડાય છે,
ત્યારે ઈશ્વર સ્વયં આશીર્વાદ બનીને વરસે છે."

- નિઃસ્વાર્થ સેવા નો સંકલ્પ

અમારો હેતુ

વડીલોને પ્રેમ, સન્માન અને પૌષ્ટિક ભોજન દ્વારા સહારો આપવો. કોઈ પણ નિરાધાર વ્યક્તિ ભૂખ્યો ન સૂવે તે સુનિશ્ચિત કરવું.

અમારું વિઝન

કરોલી અને આસપાસના વિસ્તારોમાં એવો સમાજ બનાવવો જ્યાં દરેક વડીલ સન્માનપૂર્વક જીવન જીવી શકે અને સમાજનો કોઈ વર્ગ ઉપેક્ષિત ન રહે.

પ્રમાણિકતા અને વિશ્વસનીયતા

સત્તાવાર નોંધણી અને વિગતો

અમારું ટ્રસ્ટ સરકાર દ્વારા માન્ય છે અને દાન પર આવકવેરા મુક્તિ (80G & 12AA) નો સંપૂર્ણ લાભ આપે છે.

ટ્રસ્ટ ની વિગતો

Registration No.

ઈ/6279/Kheda

Address

મુ. કરોલી, તા. મહેમદાબાદ,
જી. ખેડા

Contact

98985 08507

99096 76258

75673 14963

Tax Exemption Certificates

12AA DIN & Order No.

ITBA/EXM/S/12AA/2020-21/1030637018(1)

80G DIN & Order No.

ITBA/EXM/S/80G/2020-21/1030704597(1)

અમારા સેવાકાર્યના સાક્ષી બનો અને સહયોગ આપો

સેવા દાન કરો